ચુડવામાં ઓરડીમાંથી માદક પદાર્થ સાથે ઈસમની ધરપકડ
અહીંના ચુડવાની સીમમાં આવેલી એક ઓરડીમાંથી પશ્ચિમ બંગાળના આરોપીની અટક કરી તેની પાસેથી રૂા. 49,100નો ગાંજો જપ્ત કરાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી જવાહરનગર ચુડવાની સીમમાંથી આઇ માતા મંદિરની બાજુમાં પ્લોટમાં આવેલી ઓરડીમાં રહેનાર શખ્સ માદક પદાર્થ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઓરડીમાંથી મૂળ પશ્ચિમ બંગાળના શખ્સની અટક કરાઇ હતી. ખાટલા નીચે રાખેલી થેલીની તપાસ કરતાં તેમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પદાર્થની ખરાઇ કરાવાતા તે ગાંજો જ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ પાસેથી રૂા. 49,100નો 0.982 કિલોગ્રામ ગાંજો, વજનકાંટો, ઝીપવાળી નાની 100 થેલી, મોબાઇલ વગેરે જપ્ત કરાયું હતું. તેને આ પદાર્થ દિનાજપુર પશ્ચિમ બંગાળનો શ્યામા મહંતો નામનો શખ્સ આપી ગયાનું બહાર આવ્યું હતું.