રતિયા પાસે દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો

ભુજ તાલુકાના રતિયાથી બાઉખા જતા માર્ગે કૃષ્ણવન રિસોર્ટની સામે આવેલા તળાવની પાળ ઉપર બાવળોની ઝાડીમાંથી ગેરકાયદે રખાયેલી દેશી બંદૂક સાથે ને એલસીબીએ ઝડપી લીધો હતો.સૂત્રો પરથી મળતી માહિતી એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે પરવાના વિના ગેરકાયદે રખાયેલી હાથ બનાવટની દેશી બંદૂક કિં.રૂા. 1000ના મુદ્દામાલ સાથે ઝડપી માનકૂવા પોલીસ મથકે આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.