ખાવડાના આર.ઈ. પાર્કમાં શ્રમિકને વીજકરંટ લાગતાં મોત
ખાવડાના આર.ઈ. પાર્કમાં એક કંપનીમાં કામ દરમ્યાન રાજસ્થાનના 27 વર્ષીય યુવાન શ્રમિક ને વીજકરંટ લાગતાં તેનું મોત થયું હતું.સૂત્રો પરથી મળતી માહિતી ખાવડાના આર.ઈ. પાર્કમાં એપોલો કંપનીમાં ગત તા. 28/9ના સાંજે મૂળ બાડમેર બાજુ રાજસ્થાનામાં શ્રમિક યુવાન સોલાર પ્લેટોમાં સિરીઝો જોડવાનું કામ કરી રહ્યો હતો ત્યારે તેને વીજકરંટ લાગતાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે ખાવડા પોલીસ મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.