કોઠારાના વ્યાજખોર ભાઈઓ સામે વધુ એક જમીનની ઠગાઈની ફરિયાદ

કોઠારાના વ્યાજખોર ભાઇઓ વિરુદ્ધ વધુ એક જમીનની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઇકાલે કોઠારા પોલીસ મથકે મૂળ હરિયાણાના ખેડૂતએ નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017થી તા. 8/10/21 દરમ્યાન આરોપી એ ફરિયાદીને તથા સાહેદોને વિશ્વાસમાં લઇ ફરિયાદીની કિંમતી જમીન રૂા. 35,20,000 વાળીના બદલામાં રોકડા રૂા. પાંચ લાખ તથા મકાન આપવાની વાત કરી હતી. ફરિયાદીની કિંમતી જમીનનો દસ્તાવેજ આરોપીઓએ પોતાના તથા તેઓના મળતિયાનાં નામે વિશ્વાસમાં લઇ કરાવી લીધા હતા. આ બાદ ફરિયાદી પાસે મકાનના સાટાકરારના 28 લાખ લખાવી લીધા બાદ મકાનનો દસ્તાવેજ ફરિયાદીને ન કરી આપીને ફરિયાદી તથા પાસે કોરા કાગળોમાં સહીઓ લઇ મકાન ખાલી કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. કોઠારા પોલીસે ઉપરાંત તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.