આપઘાત કરવા જતા મહિલાનો 181 ટીમ દ્વારા બચાવ
112 જનરક્ષક દ્વારા મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે ફોન આવતાં 181 ટીમ ઘટનાસ્થળે જઇ આપઘાત કરવા જતા મહિલાનો બચાવ કર્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી 112 ટીમ દ્વારા ફોન આવતાં 181 ટીમના ફરજ પર હાજર કાઉન્સિલર , કોન્સ. તથા પાઈલટ ઘટનાસ્થળે જઇ ઘરમાં પુરાઇ ગયેલી મહિલા સાથે શાંતિપૂર્વક વાત કરી સમજાવતાં દરવાજો ખોલ્યો હતો. વાતચીત કરતાં જાણવા મળ્યું કે, અવાર-નવાર ઘરકંકાસને લઇને તેમણે આવું પગલું ભરવાનું વિચાર્યું હતું. 15 વર્ષના લગ્નજીવનમાં માત્ર છ-સાત મહિના જ સાસરિયામાં રહ્યા બાદ પતિના અન્ય ત્રી સાથે સંબંધ હોવાથી માવતરે આવતા રહ્યા હતા. લગ્નજીવનથી એક સંતાન છે જે માવરતમાં જ મોટું થયું છે. તેમના માવતર તરફથી પણ અવાર-નવાર હેરાનગતિ થતી હોઇ જેથી કંટાળીને આપઘાત કરતા હોવાનું જણાવ્યું હતું. પરિવાર સાથે વાત કરતાં તેમની દીકરી અવાર-નવાર આવી રીતે સ્યૂસાઇડ કરવા પ્રયત્ન કરે છે, જેથી તમે એમને લઇ જાવ અમને પણ ભરોસો નથી. આપઘાત કરશે તો જવાબદાર અમે જ બનશું, આથી માતા-પિતાએ જવાબદારી ન લેતાં મહિલાને પ્રેમપૂર્વક સમજાવી મહિલાને તેમની સાથે નોકરી કરતા બેન સાથે તેની મરજીથી સુરક્ષિત સોંપાયા હતા.