રાજકોટમાં ચકચાર! કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે કાર બની આગનો ગોળો!
રાજકોટ: કાલાવડ રોડ પર આવેલા કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ!
જોતા જોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે.