ફરાદી સીમમાંથી બોક્સાઈટ ભરેલી ટ્રક ઝડપાઈ

કોડાય પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ તંત્ર દ્વારા ખનિજચોરી સામેની કાર્યવાહી અંતર્ગત કોડાય પોલીસે ફરાદી ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાંથી બોક્સાઈટનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી.સૂત્રો પરથી મળતી માહિતી પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતાં ની ટ્રક અટકાવી તપાસ કરતાં તેમાં આશરે 30 ટન બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદે ભરેલો બોક્સાઈટનો જથ્થો તથા ટ્રક મળી કુલ રૂ.21.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પી.આઈ. બી.પી. ખરાડીનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ચેતનભાઈ, હે. કો. વિપુલભાઈ, હરિભાઈ, મોહનભાઈ તથા વાલાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.