ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી વોશિંગ પ્લાન્ટ પર આકસ્મિક તપાસ, હિટાચી અને ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી

image

મે.જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સાહેબશ્રી,ભુજ-કચ્છની સુચનાના પગલે મોજે: નારણસરી, તા.ભચાઉની સીમમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ વિરુધ્ધ એક મોટી અને કડક કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. ખેતીની જમીનનો બિનખેતી પરવાનગી મેળવ્યા વિના, ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરીને ચલાવવામાં આવી રહેલા રેતીના વોશિંગ પ્લાન્ટ પર મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉ અને ખાણ-ખનીજ વિભાગની સંયુકત ટીમ દ્વારા ગત તા.૩૦/૦૯/૨૦૨૬ના રોજ આકસ્મિક તપાસ કરવામાં આવેલ.

આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટ ખાતે ૦૧- હિટાચી મશીન, ૦૪-ડમ્પર, ૦૧- ૨૨ વ્હિલ ટ્રક, ૦૧- કોક્રિટ મિક્ષર મશીન સીઝ કરવામાં આવેલ છે. સદરહુ સીઝ કરવામાં આવેલ વાહોનના દંડની આગળની કાર્યવાહી કરવા ખનીજ વિભાગને સુચના આપવામાં આવી. તેમજ સ્થળ પર મળી આવેલ નંબર વિનાની/બ્લેક ફિલ્મ વાળી ૦૧- કાર મોટર વ્હિકલ એકટ તળે આગળની કાર્યવાહી કરવા આર.ટી.ઓ. તથા પોલીસને સુચના આપવામાં આવી.

તેમજ ખેતી લાયક જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ બદલ જમીન મહેસુલી કાયદા તળે આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

આમ આ કાર્યવાહી દરમિયાન આશરે રૂપિયા ૩ કરોડનો મુદામાલ જપ્ત કરી વાહન વિરુધ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેશન ઇન લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી દંડની કાર્યવાહી અર્થે લગત પોલીસ સ્ટેશનમાં વાહનોનો કબ્જો સોપવામાં આવેલ.