“આંતર-રાજય તથા કચ્છ જિલ્લામાં અલગ – અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રાત્રી ઘરફોડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ ભુજ, તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ-કચ્છ, ભુજ નાઓએ સુચના અને માર્ગદર્શન હેઠળ પશ્ચિમ -કચ્છ જિલ્લામાં વર્ણશોધાયેલ ચોરીના મિલ્કત સબંધી ગુનાઓ શોધવા તથા અટકાવવા માટે ટીમની રચના કરીને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે સુચના આધારે પોલીસ ઇન્સપેકટર, એ.એમ.મકવાણા, એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ માનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા, અશ્વિનભાઇ પરસોત્તમભાઇ સોલંકી સુરજ પ્રવીણભાઇ વેગડા સુનીલ ભાઇ પ્રવીણભાઇ પરમાર, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ કરણસિંહ જાડેજા, જયદેવસિંહ જગદીશસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ, નવીનકુમાર પ્રવીણચંદ્ર જોષી, શક્તિસિંહ ભગવતસિંહ ગઢવી, જીવરાજ વીરાભાઈ ગઢવી તથા પો.કો. શ્યામ વિશ્રામ ગઢવી, મહેશકુમાર બાબુજી ચૌહાણ ભરત કલ્યાણ ગઢવી, એ રીતેના ટીમની રચના કરીને છેલ્લા અઠવાડિયાથી સતત દિવસ અને રાત કરીને કચ્છ જિલ્લામાં અલગ -અલગ તાલુકામાં થયેલ ચોરીઓ કરનાર ઇસમોની શોધમાં અંદાજે ૨૦૦ વધુ સી.સી.ટી.વી. ફુટેજની ચકાસણી કરેલ અને તે દરમ્યાન એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને સુનીલભાઇ પરમારનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે, માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનિયા રહે. ભગોલી (મધ્યપ્રદેશ) વાળો તેના ગેંગના માણસો સાથે કચ્છ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચોરી કરેલ હોવાની અને હાલે ફરીથી કચ્છ જિલ્લામાં એજ મોડસ ઓપેટીંગ થી ચોરી કરવાની ફિરાકમાં છે અને તે તેની ગેંગના ચાર- પાંચ રીઢા ગુનેગાર સાથે અર્ટીંગા ગાડીથી તરફથી માંડવી થી નલીયા બાજુ આવે છે ” જેથી સ્ટાફના માણસો તુતરા ફાટક પાસે એલર્ટ મોડમાં આવીને બાતમી મુજબની અર્ટીગા કાર આવતા તેને રોકાવીને કારમાં બેઠેલ પાંચ ઇસમોની કારમાં ખાનામાંથી અંદરના ગુપ્ત ખાનામાં એક લંબ ચોરસ કાપડના ટુકડા વીટાળેલ હોય, જેમાં કાઇ ભારી વસ્તુ રાખેલ જેને બહાર કાઢી ખોલી જોતા તેમાં રોકડા રૂ.૬,૦૦,૦૦૦/- ( છ લાખ પુરા) તેમજ બે લોખડના કાટ ખાધેલ ગણેશિયા તથા એક લોખડનું કાટ ખાધેલ એડજસ્ટેબલ પાનું તેમજ એક લોખડની કાળા કલરની જેના ઉપર બ્લુ કલરની હાથા ઉપર ઇન્સુલીન રબર ચડાવેલ કટર તથા એક પીળા કલરની રબર ચડાવેલ
ડીસમીસ મળી આવેલ જે ખાના અંદર સંતાડીને રાખેલ હોવાથી જે હાજર પાંચ ઇસમોને અત્રેના જિલ્લામાં વિસ્તારમાં હાજરી અને મળી આવેલ સામાન બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી. અને તેઓની પ્રવૃતિ શંકાસ્પદ જણાઇ આવતા જેથી બધા ઇસમોની અલગ-અલગ વારાફરતી યુકતિ અને પ્રયુક્તિથી સ્ટાફના માણસોથી પુછપરછ કરતા આરોપીઓ મધ્યપ્રદેશથી અર્ટીગા વાહનથી અબડાસા વિસ્તારમાં ગેંગ સાથે ચોરી કરવા આવેલાની હકિકત જણાવેલ. તેમજ તે અગાઉ કચ્છ જિલ્લાના અલગ- અલગ તાલુકામાં રાત્રી ઘરફોડ ચોરીઓની કબુલાત આપેલ. જેમાં અગાઉ પોતે તથા તેની સાથે ગેંગના માણસોએ આજથી વીસેક દિવસ પહેલા કરેલ ચોરીઓની કબુલાત આપેલ.