અંજાર ટાઉન વિસ્તાર માંથી વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનનુ વેચાણ તેમજ હેરફેર કરતા ઇસમો વિરુધ્ધ કેશો ક૨વા તેમજ દારૂને નેસ્તનાબુદ ક૨વા આપેલ સુચન અન્વયે થી મુડેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓએ આવી પ્રોહિબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફત સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, યોગેશ મનજીભાઈ સુથાર તથા રાહુલ હરેશભાઈ બડગા રહે.બડો અંજાર વાળાઓ પોતાના કબ્જાની સફેદ કલરની સ્વીફ ગાડી જેના રજી.નં.જી.જે.૩૯-સી.સી-૭૫૪૪ વાળીમાં ગે.ડા રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી અંજામાં ડી.વી સ્કુલ તરફથી કાચા રસ્તે અંજાર કોર્ટ તરફ આવી રહેલ હોવાની સચોટ બાતમી હકિકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ સાથે બન્ને ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.