ટ્રેનમાં મુસાફરનો 4000 રોકડ સહિતનો ખોવાયેલો પર્સ રેલ્વે સ્ટાફે પરત કર્યો
તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ ટ્રેન નં. 20923 ગાંધીધામ-તિરુવનંતપુરમ એક્સપ્રેસમાં ડ્યુટી પર તૈનાત અનૂપ કુમારને કોચ નં. b-9, સીટ નં. 72 પર મુસાફરનો પર્સ મળ્યો હતો.
પર્સમાં આશરે 4000 રોકડ ઉપરાંત મુસાફરના મહત્વપૂર્ણ દસ્તાવેજો, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, pan કાર્ડ અને atm કાર્ડ સહિતની વસ્તુઓ હતી.
આ અંગે acca દ્વારા તાત્કાલિક sse-linen gandhidham ઉમાશંકર સુમનને જાણ કરવામાં આવી હતી. પર્સની તપાસ બાદ ઉમાશંકર સુમન દ્વારા મુસાફર સુબનરાજ અનુરાજનો સંપર્ક કરી તેમનો પર્સ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો હતો.