ત્રણ નાસી છૂટયા: ગમડાઉમાં પત્તા ટીંચતા ચાર ઝડપાયા
ભચાઉના ગમડાઉ ગામની સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1,50,300 જપ્ત કર્યા હતા.સૂત્રો પરથી મળતી માહિતી જો કે, ત્રણ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. ગમડાઉ ગામની સીમમાં ખેતર નજીક બાવળની ઝાડીમાં અમુક આરોપી જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. સામખિયાળી પોલીસે અહીંથી ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,50,300 જપ્ત કરાયા હતા. સામખિયાળી પોલીસની આ કાર્યવાહી દરમ્યાન બે અજાણ્યા શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બે અજાણ્યા શખ્સ કોણ હતા તે પ્રશ્ન છે, જેમને શોધી કાઢવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.