ઘાણીથર સીમમાં શિકારી ટોળકીનું યુવાન પર ફાયરિંગ

રાપર તાલુકાના ઘાણીથરમાં  શિકારી ટોળકીને પડકારતા યુવાન ઉપર  શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ  બનતા ચકચાર પ્રસરી  છે.સૂત્રો પરથી મળતી માહિતી પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30ના રાત્રીના 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો  હતો. આ મામલે ફરીયાદીએ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.  ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે  ગામની સીમ તરફ રાત્રીના ગોળીબારનો અવાજ આવતા બેટરી સાથે ગ્રામજનો તપાસ કરવા નીકળ્યા હતાં. શિકારી  ટોળકીની આશંકા જ  હતી.  છરી બંદૂક સાથેના હથીયાર ધરાવતા આરોપીઓને  રોકીને પૂછતા તેઓએ શિકાર કરવા આવ્યા છીએ વચ્ચે આવશો તો બધાને બંદૂકના ભડાકે ઉડાડી દેશું તેવી ધમકી આપી હતી. આ દરમ્યાન ફરિયાદી અને ગ્રામજનોએ બંદૂક પકડવા ગયા હતા. આ દરમ્યાન આરોપીએ બંદૂક ફરિયાદીની છાતી ઉપર રાખી દીધી હતી. આ દરમ્યાન આરોપીએ  ફાયાિગિં કર્યું પરંતુ બંદૂક ઉંચી કરી લઈ ફરીયાદી નાસી ગયા હતાં. આ બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.