જીપ ચાલકે બાઈક સવારને કચડી નાખવાનો પ્રયાસ, નોડે સમાજમાં રોષ
દુધઈ પોલીસ મથકે ન્યાયની માંગ સાથે ઉમટ્યું માનવ મહેરામણ
ધમડકા-બુઢારમોરા વચ્ચે ચારેક દિવસ પહેલાં બનેલી ગંભીર ઘટનાને લઈને નોડે સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
ગુલામ ઉમર નોડે નામના બાઈક સવારને જીપ કારથી પાછળથી ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બાઈક સવારને હેમરેજ તથા અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ પ્રકરણમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નોડે સમાજના અગ્રણીઓએ દુધઈ પોલીસ મથકે રજૂઆત કરી હતી.
આ તકે નોડે સમાજ વાઢના પ્રમુખ શેરમામદભાઈ, ઉપપ્રમુખ ફારૂક હાજી હુસેન, દુધઈ સરપંચ રઘુભાઈ કોઠીવાડ, ધમડકા સરપંચ મહાવીરસિંહ જાડેજા, ખીરસરાના લાલાભાઈ નોડે, હાસમશા બાપુ વગેરે હાજર રહ્યા હતા.