સામખિયાળીમાં મોટી દુર્ઘટના ટળી! રેલવે સ્ટેશન સામે ધૂ-ધૂ કરતો સળગી ઉઠ્યો ટ્રક

11 KV વીજ લાઈનને અડી જતા શોર્ટ સર્કિટથી આગ, ભચાઉ ફાયર ટીમે સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટાળી

સામખિયાળી રેલવે સ્ટેશન સામે આજે બપોરના સમયે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટેશન સામે આવેલ ખાદી ભંડાર પાસે પાર્ક કરેલો એક ટ્રક જોતજોતામાં આગનો ગોળો બની ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ઉપરથી પસાર થતી 11 KVની હાઈટેન્શન વીજ લાઈન સાથે ટ્રકનો ઉપરનો ભાગ ટચ થઈ જતા જોરદાર શોર્ટ સર્કિટ થયો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.

ઘટનાની જાણ થતા જ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ સાયરન વગાડતી ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સૌપ્રથમ સમજદારી દાખવી તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર ટીમની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, નહીંતર આગ આસપાસની દુકાનો સુધી પ્રસરી શકી હોત. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.