ધ્રબની સીમમાં બિહારના યુવાને લીમડાના ઝાડ ઉપર ફાંસો ખાધો

મૂળ બિહારનો હાલે મુંદરાની ધ્રબ સીમમાં રહેતા 35 વર્ષીય બિહારી મહંતો અને માંડવીના ગુંદિયાળીમાં બાવન વર્ષીય આધેડએ ગળેફાંસો ખાઇ જીવ દીધા હતા. મૂળ બિહાર હાલે સિકંદર કોલોની રૂમ નં. 31માં વિલ્માર રીફાઇનરી સામે ધ્રબ સીમમાં રહેતા ગઇકાલે રાત દરમ્યાન કોઇ અગમ્ય કારણે પોતાના ઘરની પાછળ આવેલા  લીમડાના ઝાડની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો ગઇકાલે મૃતકના પત્નીએ મુંદરા પોલીસ મથકે જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજી તરફ માંડવી તાલુકાના ગુંદિયાળીમાં રહેતા યુવાનએ ગઇકાલે સાંજે પોતાના ઘરે લાકડાની આડીમાં નાઇલોનની દોરથી ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેઓને સારવાર અર્થે માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત ઘોષીત કર્યા હતા. માંડવી મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.