નશામાં ધૂત ટ્રેલરચાલકે બેદરકારીથી ગાડી રિવર્સમાં લઇ કારને નુકશાન પહોંચાડયું:નખત્રાણા
ગઇકાલે રાત્રે નખત્રાણામાં નશામાં ધૂત ટ્રેઇલર ચાલકે ગાડી પૂરપાટ રિવર્સમાં લઇ પાછળની કાર સાથે અકસ્માત પરી એકાદ લાખ રૂપિયાનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે નખત્રાણા પોલીસ મથકે નાડાપાના યુવાનએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 3-10ના રાત્રે નવ વાગ્યા આસપાસ ભુજ-માતાના મઢ રોડ નખત્રાણા જીઇબી પાસેથી તેના સાળાની બ્રેઝા કાર લઇને પસાર થતા હતા ત્યારે આગળ જતા ટ્રેલરએ અચાનક બ્રેક કરી રિવર્સ કરતા ફરિયાદીએ પણ પોતાની ગાડી બ્રેક કરી હતી પાછળ લીધી પરંતુ ટ્રેલર ચાલકે પાછળ જોવા વિના જ પૂર ઝડપે ટ્રેલર રિવર્સમાં લઇ ફરિયાદની કારના આગળના ભાગે અથડાવી દીધી હતી. ટ્રેલરે બ્રેક કરતા ફરિયાદી ટ્રેલર ચાલક પાસે જઇ તેનું નામ-ઠામ પૂછતા તે નશાની હાલતમાં જણાયો હતો અને તેનું પણ જણાવ્યું ન હતું પોલીસને જાણ કરી હતી. પોલીસે પ્રોહિબિશન તથા અકસ્માત અને નુકસાન અંગેની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.