અંજાર તાલુકાના નાની અને મોટી નાગલપર ગામ સંચાલિત સાર્વજનિક ગૌશાળામાં બપોરે અઢી વાગ્યાના આરસામાં ચારો અપાયા બાદ જેરી અસર થવાને કારણે 30 થી વધુ ગાયોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ છે. આ ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક ગ્રામજનોએ છ ડોક્ટરોને બોલાવી સારવાર શરૂ કરી હતી.આ બાબતે નાગલપર ગામના અને આ ગૌશાળા ટ્રસ્ટી શામજીભાઇ હીરાણીએ વિગતો આપી હતી કે, નાની અને મોટી નાગલપર ગામ ખાતે નદીની કાંઠે માધવ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા બનાવી આ ગૌ શાળામાં રખડતા ઢોરોનેઆ ગૌ શાળામાં રાખી તેનો નિભાવ ગામલોકો દ્વારા જ કરાય છે અને આ ગૌશાળામાં 300 ગાયો અને ગૌવશંને આશરો આપવામાં આવ્યો છે જેમાં આજે બપોરે 2.30 વાગ્યાના આરસામાં આ ગૌશાળામાં ગાયોને ચરો નખાયો હતો અને ત્યાર બાદ એકાદ કલાક બાદ ખ્યાલ આવ્યો હતો કે ગાયો બેભાન થઇ રહી છે, આ જાણ થતાં જ તાત્કાલિક ગ્રામજનો ડોક્ટર સાથે ગૌશાળા ધસી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરી આરંભાઇ હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં 30 જેટલી ગાયોના મોત નિપજ્યા હતા તો 10 થી વધુ ગાયોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.નાગલપર ગામના કલ્યાણભાઇ ભીમજીભાઇ વરસાણીએ જણાવ્યું હતું કે,ગાયોને અપાયેલા ચારામાં ઝેરી અસર થઇ હોવાનું જાણવા મળતાં લેબોરેટરીમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરાઇ છે.આ બનાવને પગલે મોટી સંખ્યામાં ગૌ-સેવકો અને જીવદયા પ્રેમી નાગલપર ગૌશાળા પહોંચી ગયા હતા, ગામલોકો દ્વારા જ આ ગૌશાળામાં આશ્રિત ગાયોને ચરો પહોંચાડાય છે ત્યારે એ તપાસનો વિષય છે કે ચારમાં કયો જેરી પદાર્થ આવી ગયો કે ગાયોના મોત નિપજ્યા છે.