બાઇક ચોરને બાઇક સાથે પકડી પાડતી અંજાર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી પરિક્ષીતા રાઠોડ પૂર્વ-કચ્છ ગાંધીધામની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા અને દાખલ થયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંજાર મધ્યે વિજયનગરમાં રહેતા મહેન્દ્રસિંહ પરમારના ઘર પાસે આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઇ કોલી ઉ.વ.૨૦ રહે.કોલીવાસ, વિજયનગર, અંજારવાળાના કબ્જા માંથી એક બજાજ પલ્સર નંબર વગરનું જેના ચેસીસ નં-MD 0 A 13 EY 6 G CH 51000 તથા એન્જીન નંબર DKYCGH 68293 કિ.રૂ.૨૦,૦૦૦/૦૦ નુ શક પડતા મુદ્દામાલ સાથે મળી આવેલ અને કળશ સર્કલ પાસે કાયદાના સંધર્ષ મા આવેલ બાળક પાસેથી (૧) એક હિરો હોન્ડા સ્પલેન્ડર રજી.નં-જીજે-૧૨-૮૭૧૮ જેના ચેસીસનં-MDLHA10 EEAHA 58413 તથા એન્જીન નંબર HA 10 EAAHA 48501 કિ.રૂ.૨૦,૦૦૦/૦૦ વાળા સાથે મળી આવેલ અને તેની પૂછપરછ દરમ્યાન તેણે બીજુ હીરો હોન્ડા ડીલક્ષ મો.સા. નંબર પ્લેટ વગરનું તેના ચેસીસ નં-MBLHA 11 EKA 09 A 06031 તથા એન્જીન નંબર HA 11 EBA 9 A 07381 કિ.રૂ. ૨૦,૦૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવેલ જેથી આ તમામ વાહનો શકપડતાં મુદ્દામાલ તરીકે Cr.P.C કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ અને મજ્કુર ઈસમ મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઇ કોલીને Cr.P.C કલમ-૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ અને કાયદા ના સંધર્ષ મા આવેલ બાળકને તેનો કબ્જો તેના વાલી-વારસ ને સોપવા માટે તજવીજ કરવા મા આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઈન્સપેકટર શ્રી બી.આર.પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સાથે પોલીસ હેડ કોન્સટેબલ જયેશભાઇ પરમાર તથા જયુભા જાડેજા તથા પોલીસ કોન્સટેબલ વિજયસિંહ ઝાલા તથા ગૌતમભાઇ સોલંકી તથા મહિપાલસિંહ ચુડાસમા નાઓ સાથે રહેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *