BREAKING NEWS : મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 12 લોકોના મોત
આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યારે 100થી વધુ લોકો તેમા કામ કરી રહ્યા હતા. જેથી મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વિસ્ફોટ બાદ લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફેક્ટ્રીની બાજુમાં નાની-મોટી ઘણી કંપનીઓ આવેલી છે ઉપરાંત નજીકમાં ઘણા ઝૂંપડીઓ આવેલી છે. આગને જોતા સાવચેતીના પગલે ઝૂંપડાઓમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા સાત 12 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 58થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ગુજરાતની સરહદ નજીક આવેલા મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બનાવમાં 12 લોકોના મૃત્યુ થયા છે. 58 લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં 70 લોકો ફસાયેલા છે. દુર્ઘટનાને પગલ
ફેક્ટરીમાં થયેલા આ બ્લાસ્ટથી વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ છે. ઘટનાસ્થળે ફૅક્ટરીના અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડના કર્મચારી રાહત કાર્યમાં લાગેલા છે. આ દરમિયાન લગભગ 40 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે ફેક્ટરીમાંથી ઝેરી ધૂમાડા નીકળી રહી છે જે આસપાસના ગામોમાં ફેલાઈ રહી છે. જેનાથી ખતરો વધવાની શક્યતા છે.
શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી છે.