રાપર પોલીસે લુટેરી દુલ્હન ગેંગના વોન્ટેડ આરોપીને પકડ્યો

રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા `લૂટેરી દુલ્હન ગેંગ’ના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપી ઝડપાયો. ,મળતી માહિતી મુજબ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા `લૂટેરી દુલ્હન ગેંગ’ના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપી મનોજ ઉર્ફે મધરમ જયંતિભાઈ ચુનારાને રાપર પોલીસે ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સના આધારે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.