મીઠીરોહરમાં એ.ટી.એસ. ત્રાટકી પૂછતાછ અર્થે એક શખ્સ

ગાંધીધામના મીઠીરોહરમાં આતંકવાદ વિરોધી દળ ધામા નાખ્યા હતા અને સાંજના અરસામાં એક શખ્સને પૂછપરછ અર્થે ઉપાડી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ મીઠીરોહર વિસ્તારમાં રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી ધસી આવી હતી અને એક શખ્સને ઉપાડી લીધો હતો. આ શખ્સે પાડોશી મુલ્કમાં ફોન કર્યા હોય અથવા તેને સામે છેડેથી ફોન આવ્યા હોવાની આશંકા છે. તેના મોબાઈલમાં કોઈ શંકાસ્પદ ડેટા છે કે કેમ ? તે સહિતના પ્રશ્નો  બહાર આવ્યા હતા. સરહદને અડીને આવેલા આ જિલ્લામાં રહેનારા ઘણા લોકોના સગા-સંબંધીઓ હજુ પણ પાડોશી મુલ્કમાં છે, ત્યારે ફોન પર સંદેશાઓની આપ-લે થતી હોય છે. તેવામાં આ શખ્સે અહીંની કોઈ ગુપ્ત માહિતી ત્યાં તો નથી પહોંચાડી ને તે સહિતના પ્રશ્નો અંગે આ શખ્સને ઉપાડી જવાયો હોવાનું સૂત્રો પાસેથી બહાર આવ્યું હતું.