પોલીસ મહાનિરીક્ષક શ્રી ડી.બી.વાઘેલા તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા પૂર્વ-કચ્છ ગાંધીધામની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગના તેમજ અંજાર પી.આઇ. શ્રી. બી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી.વી.જી. લાંબરીયા તેમની સાથે પોલીસ સ્ટાફના માણસોએ ગાંધીધામ અને રાજયની અન્ય આર.ટી.ઓ. કચેરીમાં પણ આવા પ્રકારના એમ.ઓ.થી ગુનાને અંજામ અપાયેલ હોઇ ગુનો ઘણો જ ટેકનિકલ અને જટીલ હોઇ જરૂરી એજન્સીઓની મદદ લઇ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુના કામે સતત આરોપીની શોધમાં અને તપાસમાં રહી બાતમી તંત્રને સક્રિય કરી તપાસમાં હતા દરમ્યાન પો.સ.ઇ. શ્રી.વી.જી.લાંબરીયા સાહેબનાઓને આ ગુના કામે સંડોવાયેલ આરોપીઓની હકીકત મળતા આ ગુના કામે સૌ પ્રથમ આરોપી (૧) જેસાભાઇ ઉર્ફે શંકરભાઇ દેવાભાઇ રબારી રહે. માનકુવા તા. ભુજવાળાને ઝડપી પાડેલ બાદ તેની પુછપરછમાં આરોપી જાકીરહુશેન જાફર થૈઇમ રહે. મુળ રતડીયા તા. નખત્રાણા હાલે રહે. ભુજવાળો મુખ્ય સુત્રધાર હોવાનું ખુલતા તેને પકડવા માટે સતત વોચમાં રહી ચક્રો ગતિમાન કરેલ તે દરમ્યાન ગઇ કાલ આરોપી (૨) જાકીરહુશેન જાફર થૈઇમને પકડી પાડી રીમાન્ડ દરમ્યાન અન્ય સહ આરોપી (૩) સીમન્સ રજનીકાંત ઠકકર રહે. ભુજવાળાનું નામ ખુલવા પામતા આરોપી સીમન્સ ઠકકરને પણ તાત્કાલીક પકડી પાડેલ છે. જેમાં સીમન્સ ઠકકરની રીમાન્ડ મેળવાની તજવીજ ચાલુમાં છે ત્યારે તેની પુછપરછમાં અન્ય સહ આરોપી (૪) ગૌરવ સપોવાડીયા રહે. જામનગર વાળાનું નામ ખુલવા પામેલ છે. આમ આર.ટી.ઓ. કચેરી ગાંધીધામ અને ભુજના સરકારી અધિકારી/ કર્મચારીઓના બેકલોગ એન્ટ્રી માટેના યુઝર આઇ.ડી. અને પાસવર્ડ કચેરીએથી છળકપટથી મેળવી તા.૨૫-૨૬/૧૨/૧૮ એમ ક્રિસ્મસના તહેવારના જાહેર રજાના દિવસોમાં ભુજ મધ્યેથી આશરે ૨૪૦ જેટલી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સની સારથી- ૪ સોફટવેરમાં એન્ટ્રીઓ કરી આ લાયસન્સ ધારકો પાસેથી લાયસન્સ દીઠ દશ હજાર થી ચૌદ હજાર જેટલી ઉચક ફી લઇ ખોટી રીતે ઉપરોકત ૨૪૦ જેટલા બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ ઓનલાઇન એપૃવલ કરી ગુનાને અંજામ આપેલ હોઇ જેનો તપાસ કરનાર ટીમ દવારા જટીલ અને ટેકનિકલ પ્રકારના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળેલ છે.