નખત્રાણા તાલુકાના વંગથી ભગાડીયા થઈ ગુગરદુઈ સુધીના કાચા રસ્તા પર બાવળનું જંગલ, વાહનચાલકો પરેશાન
નખત્રાણા તાલુકાના વંગથી ભગાડીયા થઈ ગુગરદુઈ તરફ જતા કાચા રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રસ્તાની બંને તરફ બાવળીયા અને જંગલી ઝાડીઓ બેફામ વધી જતા વાહનોની અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ કાચા રસ્તા પર બાવળની ડાળીઓ રસ્તા વચ્ચે સુધી આવી ગઈ છે, જેના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી. વળાંક પર તો સ્થિતિ વધુ ખતરનાક બની જાય છે અને ગમે ત્યારે અકસ્માત સર્જાવાની દહેશત રહે છે.
આ રસ્તો વંગ, ભગાડીયા અને ગુગરદુઈ સહિતના ગામોના લોકો માટે રોજિંદા અવરજવરનો મુખ્ય માર્ગ છે. છતાં લાંબા સમયથી સફાઈ ન થતા સ્થાનિક લોકો, ખેડૂતો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગ્રામજનો દ્વારા તંત્રને નમ્ર અપીલ કરવામાં આવે છે કે આ રસ્તા પર તાત્કાલિક બાવળીયા અને ઝાડીઓની સફાઈ કરવામાં આવે, જેથી રસ્તો સાફ દેખાય અને અકસ્માતનો ભય ટળી શકે.