નખત્રાણા તાલુકાના નિરોણામાં વીજશોક લાગતાં એક જ માલધારીની 5 ભેંસોનાં મોત

PGVCLની વીજલાઇનનો તાર તૂટતાં ગામના સીમ વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ
નિરોણા ગામના સીમ વિસ્તારમાં વીજશોક લાગવાની ઘટનામાં એક જ માલધારીની પાંચ ભેંસોનાં મોત થતાં પશુપાલક પર આફત આવી પડી
PGVCLની વીજલાઇનનો જીવતો વીજતાર તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઈ
વિજવાયરના સંપર્કમાં આવાથી એકસાથે પાંચ ભેંસોનાં મોત થતાં માલધારીને મોટું આર્થિક નુકસાન થયું
ઘટનાની જાણ થતાં નિરોણાના સરપંચ નરોત્તમ આહીર દ્વારા તંત્રને જાણ કરવામાં આવી
નુકસાન સહન કરનાર માલધારીને પૂરતું વળતર મળે તે માટે સરપંચ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી