રેલવે સ્ટેશન પર ગીત ગાઇને પોતાનું ગુજરાન કરનારી રાનૂને એક બાદ એક બોલિવૂડ ગીતોની ઓફર થઇ રહી છે. રાનૂ (Ranu Mondal) હવે બોલિવૂડની સ્ટારથી કમ નથી રહી. તેને બોલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કરાવવા માટે હિમેશ રેશમિયા (Himesh Reshammiya) એક બાદ એક તેનાં ગીતો રિલીઝ કરી રહ્યાં છે. ‘તેરી મેરી કહાની’ અને ‘આદત’ બાદ હવે હિમેસે રાનૂનાં ત્રીજા ગીતનો વીડિયો શેર કર્યો છે. આ નવાં ગીતમાં સૌથી ખાસ છે રાનૂનો અંદાજ. આ રાનૂ વધુ આત્મવિશ્વાસ સાથે ગાતી નજર આવે છે. તે હિમેશની બાજૂમાં ઉભી રહીને ગીતને એન્જોય કરતી પણ નજર આવે છે. આ વીડિયોમાં રાનૂ ખિલખિલાટ હસતી પણ જોવા મળે છે.હિમેશ રેશમિયાએ આ ગીત શેર કરતાં લખ્યું છે કે, ‘આવનારા ગીત ‘આશિકી મે તેરી’ ની એક ઝલક. રાનૂજીની બહુમુખી પ્રતિભા અને તેમનો આત્મવિશ્વાસ દરેક ગીતની સાથે વધી રહ્યો છે. આપ સૌનો ધન્યવાદ. તેમનાં ચહેરા પર મુસ્કાન લાવવા માટે.’આપને જણાવી દઇએ કે, આ ગીત 13 વર્ષ પહેલાં વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘ 36 ચાઇના ટાઉન’ નું છે. ‘આશિકી મે તેરી’ નું આ રિમેક વર્ઝન છે. જેને આપ ‘રાનૂ વર્ઝન’ પણ કહી શકો છો. આ લેટેસ્ટ વીડિયોમાં રાનૂ આલાપ આપતી નજર આવે છે. તે બેકગ્રાઉન્ડમાં ‘આશિકી મે તેરી’નું મ્યૂઝિક પ્લે થઇ રહ્યું છે.
આહીં જુઓ રાનૂનું નવું સોન્ગ
દર વખતની જેમ આ વખતે પણ હિમેશ દ્વારા શેર કરવામાં આવેલું રાનૂનું ત્રીજુ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે. દરેક રાનૂનો અવાજ અને તેનાં અંદાજનાં ફેન થઇ રહ્યાં છે. હિમેશ દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયો પર કમેન્ટ્સ જોતા આ ગીતનો લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે તેમ લાગે છે.આપને જણાવી દઇએ કે, રાનૂ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી ઔર હીર’નાં ગીતો માટે અવાજ આવ્યો છે. અત્યાર સુધીમાં ત્રણ ગીતો સામે આવી ચુક્યા છે. અને ત્રણેય ગીતો ફેન્સને પસંદ આવી રહ્યાં 10 વર્ષ સુધી રેલવે સ્ટેશન પર તો ક્યારેક ગલીઓમાં ભટકીને ગીત ગાનારી રાનૂનું ટેલેન્ટ હવે જગજાહેર થઇ ગયુ છે. રાનૂની દુખ ભરી કહાની સાંભળ્યા બાદ લોકો તેનાં ફેન થઇ ગયા છે. એવાં પણ સમાચાર હતા કે, રાનૂનાં જીવન પર ટૂંક સમયમાં બાયોપિક બનવાની છે. જેમાં તેનાં જીવનની સફર બતાવવામાં આવશે.