ભુજના પોલીસ હેડ ક્વાર્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીનું સ્થાપન કર્યા બાદ પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી દુંદાળાદેવને આવકાર આપ્યો છે. કચ્છમાં જ ગણેશજીનીમૂર્તિને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. છેલ્લા 74 વર્ષથી ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં ગજાનંદની સ્થાપના કરાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ 10 દિવસ હેડક્વાર્ટરમાં ગણેશજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ગાર્ડ ઓફ ઓનર આપવા પાછળની કહાની કઈક એવીછે કે 73 વર્ષ પહેલા ભુજ શહેરમાં મહારાષ્ટ્રના પોલીસ જવાનો ભરતી થયા હતા અને ત્યારથી તેઓએ આ ગાર્ડ ઓફ ઓનર ની પ્રથા ભુજ હેડક્વાર્ટર ખાતે ચાલુ કરી..તેમનું માનવું હતું કે ગાર્ડ ઓફ ઓનર થી મોટો કોઈ આવકાર નથી અને એટલેજ સ્થાપના બાદ પોલીસ જવાનો દ્વારા વિઘ્નહર્તાને ગાડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવે છે..74 વર્ષથી ચાલીઆવતી પરંપરા મુજબ આજે પણ સ્થાપન બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.