કચ્છમાં બોર્ડર સિક્યોરિટી, શિક્ષણ-આરોગ્ય ટોપ પ્રાયોરિટીમાં રહેશે, નવા કલેકટરે વ્યકત કરેલો નિર્ધાર…

ગુજરાતનાં સૌથી મોટા અને સરહદી જીલ્લા કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ઉપરાંત શિક્ષણ તથા આરોગ્યનાં મુદ્દા જીલ્લા વહીવટી તંત્રમાં ટોપ પ્રાયોરિટીમાં રહેશે તેમ કચ્છનાં નવા કલેકટરે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ. કચ્છનાં કલેકટર તરીકે ચાર્જ સાંભળનાર વર્ષ 2009ની બેચનાં IAS અધિકારી એમ. નાગરાજને મુલાકાત દરમિયાન સરહદી સુરક્ષા ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે તેમ જણાવીને સુરક્ષા દળો તથા પોલીસની સાથે સાથે સ્થાનિક તંત્રનાં સંકલન ઉપર ખાસ ભાર મુક્યો હતો. તાજેતરમાં રાજય સરકાર દ્રારા આઈએએસ અધિકારીઓની બદલી કરાવામાં આવી હતી તેમાં અરવલ્લી-મોડાસાનાં કલેકટર એવા એમ. નાગરાજનને કચ્છનાં કલેકટર તરીકે મુકવામાં આવ્યા હતા. કચ્છનાં નવા કલેકટર નાગરાજને કોમર્સમાં સ્નાતક કર્યા પછી ઇકોનોમિક્સ તેમજ પબ્લિક પોલિસીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. જીલ્લા કક્ષાએ તેમજ કોર્પોરેશનમાં ફરજ બજાવી ચૂકેલા કચ્છનાં નવનિયુક્ત કલેકટરે આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ. કચ્છમાં ભવિષ્યમાં અછતની સ્થિતી ઊભી ના થાય તેં માટે ઘાસ માટે અત્યારથી જ આગવી વ્યવસ્થા ઉભી કરવા અંગે પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે તેમ ઉમેર્યું હતુ. કચ્છને મળ્યું બીજુ સનદી કપલ નવનિયુક્ત કલેકટર એમ.નાગરાજનાં પત્ની પણ અધિકારી છે. ઇન્ડિય રેવેન્યુ સર્વિસ (IRS) કેડરમાં હાલ તેઓ મુંબઇ ખાતે ફરજ નિભાવી રહ્યા છે. કચ્છનાં DDO પ્રભાવ જોશીનાં વાઇફ પણ IRS અધિકારી છે. આમ કચ્છજિલ્લાને બીજુ બ્યુરોફ્રેટ કપલ મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *