મોટા કપાયામાં ગળેફાંસો ખાઇ યુવકે જીવ દીધો

મૂળ કુંદનપુર-કેરા હાલે મોટા કપાયામાં રહેતા 20 વર્ષીય યુવક ગળેફાંસો ખાઇ જીવ દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી હતી. આ અંગે મુંદરા પોલીસ મથકે જાહેર કરાયેલી વિગતો મુજબ મૂળ કુંદનપુર-કેરા હાલે મોટા કપાયા શિવરાજનગર સોસાયટીમાં રહેતો યુવક એ કોઇ અગમ્ય કારણોસર આજે પોતાના ઘરે રૂમમાં પંખામાં અજરખના કાપડ વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.