લુડબાય-હાજીપીર માર્ગ પર ટ્રેઈલર હડફેટ માં ત્રણ પાડી, એક ભેંસનું મોત

લુડબાય-હાજીપીર માર્ગે ટ્રેઇલરે પાંચ જીવને અડફેટે લેતાં તેમાંના ત્રણ પાડી અને એક ભેંસનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે હાજીપીર પોલીસ મથકે ઉઠંગડી (તા. નખત્રાણા)ના પશુપાલક વિભાગ માં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત સાંજે લુડબાય-હાજીપીર મુખ્ય સિમેન્ટ રોડ પર ટ્રેઈલર વાળાના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેઈલર ચલાવી તેની માલિકીની પાડી-એક, સાહેદોની પાડી-બે તથા બે ભેંસ એમ કુલ પાંચ જીવને હડફેટે લેતાં ત્રણ પાડી અને એક ભેંસનાં મોત નિપજાવી તથા એક ભેંસને ઇજા પહોંચાડી ફરિયાદી તથા સાહેદોને કુલ રૂા. 2,05,000નું નુકસાન પહોંચાડયું છે.