અમદાવાદ ગીતા મંદિર ટર્મિનલ-2 નું નવું નકશો જાહેર,રંગીલા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મુસાફરો માટે હવે ક્યાંથી મળશે બસ? જુઓ પ્લેટફોર્મની સંપૂર્ણ યાદી!

ખુશખબર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મુસાફરો માટે!

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ગીતા મંદિર ટર્મિનલ-2 પરથી ઉપડતી બસો માટે પ્લેટફોર્મની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. હવેથી તમારે બસ ગોતવા માટે આમ-તેમ ભટકવું નહીં પડે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મુસાફરોએ હવે ગીતા મંદિર ટર્મિનલ-2 નો જ ઉપયોગ કરવાનો રહેશે.

પ્લેટફોર્મની વિગતવાર યાદી આ મુજબ છે:

પ્લેટફોર્મ 1: રાજકોટ, મોરબી વોલ્વો બસ માટે

પ્લેટફોર્મ 2 થી 3: ચોટીલા, રાજકોટ, જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, સોમનાથ તરફ

પ્લેટફોર્મ 4: ધંધુકા, વલ્લભીપુર, સારંગપુર, બોટાદ, લાઠી, અમરેલી, ગારીયાધાર, બગસરા તરફ

પ્લેટફોર્મ 5: ધોલેરા, ભાવનગર, રાજુલા, પાલીતાણા, ઉના તરફ

પ્લેટફોર્મ 6: ધોળકા, બાવળા, કોઠ, ગણપતિપુરા, અરનેજ

પ્લેટફોર્મ 7 થી 11 (કચ્છના મુસાફરો માટે ખાસ મહત્વનું): સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદ્રા, ભુજ, નખત્રાણા, પાટડી, માંડલ, શંખેશ્વર તરફ

પ્લેટફોર્મ 12 થી 16: કલોલ, કડી, બહુચરાજી, અંબાજી, ઝાલોર, સિરોહી, આબુ રોડ, મહેસાણા, ઉંઝા, સિધ્ધપુર,છાપી,પાલનપુર, ડીસા, થરાદ તરફ

તમામ મુસાફરોને નમ્ર અપીલ છે કે અમદાવાદથી કચ્છ તરફ જવા માટે સીધા ગીતા મંદિર ટર્મિનલ-2 પર પ્લેટફોર્મ 7 થી 11 પર આવી જવું.

GSRTC ની આ સુવિધા સુવિધાજનક, સમયસર, વિશ્વસનીય

આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કોઈ પણ કચ્છી ગુજરાતી મુસાફરો હેરાન ન થાય.