અરવલ્લી વાસીઓ ધ્યાન આપો, UGVCL ની સાપ્તાહિક રજા હવે મંગળવારે, સાંજે 4 થી રાત્રે 12 સુધી રહેશે વીજ કાપ

અરવલ્લી જિલ્લા માટે મહત્વના સમાચાર છે. વીજ બચતના કાર્યક્રમ હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે UGVCL દ્વારા અલગ અલગ જિલ્લા માટે સાપ્તાહિક રજાનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

વાયરલ માહિતી મુજબ અરવલ્લી જિલ્લા માટે આ સાપ્તાહિક રજા મંગળવાર નક્કી કરવામાં આવી છે.

નિયમ મુજબ નિર્ધારિત સાપ્તાહિક રજાના દિવસે સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નિયમનું પાલન કરવું પડશે.

આ નિયમ ખાસ કરીને ઔદ્યોગિક એકમો માટે છે. સામાન્ય ઘર વપરાશના ગ્રાહકો માટે આ નિયમ લાગુ પડે છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે.

નોંધ: UGVCL નો અર્થ છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, જે ઉત્તર ગુજરાતમાં વીજળી સેવા આપે છે.