બોલિવૂડમાં હડકંપ, અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલા ઈમેલમાં મેયરની ઓફિસ ઉપરાંત અમિતાભ બચ્ચનના બંગલાને નિશાન બનાવવાની વાત લખવામાં આવી છે.

એટલું જ નહીં, આ ઈમેલમાં પંજાબી સિંગર દિલજીત દોસાંજના 27 નવેમ્બરે મુંબઈમાં યોજાનારા કોન્સર્ટને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ધમકી મળતા જ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.