કચ્છના આગેવાનો રંગ રંગીલા રાજસ્થાન પહોંચ્યા, ખુશનસીબ બાડમેરમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કચ્છના આગેવાનોએ પ્રચાર કર્યો હતો.

આ ચૂંટણીમાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી હાજી ગફુર અબ્દુલ હાદી જિ. પં. વોર્ડ નં. 15 માંથી અને તાલુકા પંચાયતમાંથી સમ્મા બાનું જ્યારે જિ. પં. વોર્ડ નં. 20 માંથી નવાજ દરશ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમને વિજયી બનાવવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો.

આ જનસંપર્ક અભિયાનમાં રાણુભા જાડેજા, હિતેશ મહેશ્વરી, અબરાર સમા, ઉમર સમા, ગુલામામદ સમા અને અનિલ મહેશ્વરી સહિત અન્ય સાથીઓ પણ જોડાયા હતા.