બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, 26 ઓક્ટોબરે ત્રાટકશે વાવાઝોડું! આંધ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લઈને હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે.
માહિતી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે આગામી 26 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતમાં સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે 2 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.
નાગરિકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.