મુંદરામાંથી સગીરાનું ઉઠાંતરી
મુંદરામાંથી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 18/10ના સવારથી બપોર દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીની બહેનની સગીર વયની દીકરીનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે પોકસો સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.