Mission Fugitive” અંતર્ગત ધાનેરા પો.સ્ટે. નાં પ્રોહીબીશનના ગુના કામે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ

image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં “Mission Fugitive” અંતર્ગત પ્રોહીબીશન તથા ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની સુચના આપેલ હોય તે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોજીયા એલ.સી.બી ગાંધીધામ નાઓ કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નશીલ રહી જરૂરી સુચનાઓ કરતા જે અન્વયે એલ.સી.બી ટીમ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપી પકડવા સતત પ્રયત્નશીલ હતી તે દરમ્યાન બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૭૭/૨૦૧૮ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબના ગુના કામે સંડોવાયેલ નીચે જણાવેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા આઠ વર્ષ થી નાસતો ફરતો રહેલ હોય તેની ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે આરોપી ગાંધીધામ ખાતે હોવાની માહિતી આધારે એલ.સી.બીની ટીમ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.