અંજારમાં ભુવડ ગામે જંગી વાડી વિસ્તાર માંથી દેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી ક૨તા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના ડેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ ક૨તા ઇસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે મેઘરાજસિંહ નારૂભા જાડેજા રહે.ખેડોઈ તા.અંજાર વાળા તેના સાગરીતો સાથે ભુવડ ગામ પાસે આવેલ જંગી વાડી વિસ્તારમા આવેલ રામદેવસિંહ વેલુભા જાડેજાની વાડી પાસે નદિના પટમાં આવેલ બાવળની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળે છે તેવી ચોક્કસ બાતમી હડીકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.