આડેસર ધોરીમાર્ગ પરથી મૃત મળેલી એ મહિલા ઉત્તરપ્રદેશની હતી
રાપરના આડેસર નજીક રાધનપુર સામખિયાળી ધોરીમાર્ગ પરથી મળી આવેલી અજાણી મહિલાની લાશના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.સૂત્રો પરથી મળતી માહિતી મૃતક મહિલા ઉત્તરપ્રદેશની હોવાનું અને તેને તેના જ ગામના ટ્રકચાલકે ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઉત્તરપ્રદેશના એ બનાવ અંગે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની પત્ની ગત જૂન મહિનામાં ઘરેથી અચાનક ગુમ થતાં જે અંગે શિકોહાબાદ પોલીસ મથકે જાણ થઈ કરાઈ હતી. જ્યાં પોલીસે મહિલાને શોધી કાઢતાં બાદમાં પોતાના પરિવાર સાથે જવાની ના પાડી હતી. તે સમયે બે સંતાનની માતા એવી આ મહિલાને 2-3 મહિનાનો ગર્ભ હતો. સપ્ટેમ્બર મહિનામાં ફરિયાદીના મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા પર એક મહિલાનો ફોટો આવ્યો હતો જે તેની પત્ની નો હતો. શિકોહાબાદ પોલીસે ફરિયાદીને જણાવ્યું હતું કે આ મહિલાની લાશ આઠ સપ્ટેમ્બરના કચ્છ આડેસરના માર્ગ નજીક એકલધાર પાસેથી બિનવારસુ મળી આવી છે. આડેસર પોલીસે શંકાસ્પદ લાશને જામનગર કોલ્ડ સ્ટોરેજમાં રખાવી હતી. ફરિયાદી ખરાઈ કર્યા બાદ તે અહીં આવ્યો હતો અને લાશનો કબજો મેળવ્યો હતો. મૃતકના ફોટા અને પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે દુપટ્ટા વડે દબાણ આપીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલા અગાઉ ગામના સાથે જતી રહી હતી ત્યારે ફરિયાદીએ તેને સમજાવી હતી. બીજીવાર તેની સાથે ગયા બાદ પરિવારજનો સાથે જવાની ના પાડી હતી. આ આરોપી ટ્રકચાલક હોવાથી કચ્છમાં વાહન લઈને આવતો હતો. ફરિયાદીની પત્ની સાથે આડાસંબંધ રાખનારા આ શખ્સે કોઈ કારણોસર હત્યા કરી લાશને ફેંકીને નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.