ટ્રેઈલર પલટતાં ચાલકનું મોત : મુંદરા
મુંદરાના પાર્કિંગમાં યુ-ટર્ન લેતાં પાછળના કન્ટેનર સાથે ટ્રેઈલર અથડાવતાં ટ્રેઈલર પલટતાં ચાલક પોતાના ટ્રેઈલર તળે દબાઈ જતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત નીપજ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી મુંદરાના ધ્રબની સીમના વેરહાઉસમાં મજૂરી કામ દરમ્યાન પરપ્રાંતીય 22 વર્ષીય ઉપર ગૂણીઓનો જથ્થો પડતાં તે તેના નીચે દબાઈ જતાં ગંભીર ઈજાનાં પગલે સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. મુંદરાના રંગોળી પાર્કિંગ પાસે 3:45 વાગ્યે ટ્રેઈલર ના ચાલક ગાડીનો યુ-ટર્ન લેતી વખતે પોતાના કબજાનું ટ્રેઈલર બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી પાછળના કન્ટેનર સાથે અથડાવી દેતાં તેનું ટ્રેઈલર પલટી ખાઈ ગયું હતું અને ચાલક પોતાના આ ટ્રેઈલર તળે આવી જતાં ગંભીર ઈજાનાં પગલે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેનું મૃત્યુ થયાની વિગતો એ મુંદરા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિદેશ જવા કાગળ માટે નીકળ્યો, પણ ટ્રક તળે કચડાયો બીજી તરફ માનકૂવામાં તા.27/10ના રાતે ટ્રકે બાઈકને ટક્કર મારતાં ગામના 20 વર્ષીય યુવક નું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી. માનકૂવાના યુવક સાથે ઘટેલી કરુણ ઘટનાની વિગતો મુજબ ફરિયાદી એ માનકૂવા પોલીસમાં જાહેર કર્યું કે, ગત તા. 27/10ના રાત્રે તે તથા તેનો મિત્ર માનકૂવા ગામના વથાણ ચોકમાં બેઠા હતા ત્યારે પ્રવીણે વાત કરી કે, તેને વિદેશ નોકરી માટે જવા અંગેના કાગળો કરવા સુખપર ઓફિસે જવું છે. આથી બંને બાઇક વાળી લઇને નીકળ્યા હતા અને માનકૂવાથી આગળ મંદિરના શિખર બનાવવાના કારખાના પાસે પહોંચ્યા જ હતા ત્યાં પાછળથી પૂરપાટ આવેલી ટ્રક વાળીએ જોરદાર ટક્કર મારતાં પાછળ બેઠેલ ફરિયાદી રોડની સાઇડમાં પટકાયો અને ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. ગત તા. 22/10ના રાત્રે આઠેક વાગ્યે ધ્રબ સીમમાં યસ પાણીના પ્લાન્ટની બાજુમાં આવેલા એશિયન કાંટાની પાછળ તત્વીકા લોજિસ્ટિક વેરહાઉસમાં સ્ટોકમાં રાખેલી બોરીઓ નો જથ્થો મૂળ બિહારના શ્રમિક યુવાન ઉપર પડતાં તે તેની નીચે દબાઇ જતાં કમર તથા પેટ સહિત આંતરિક ઇજાના પગલે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. જ્યારે રાપરના કુડાજામપરની ખેત તલાવડીમાં તા. 30/5ના ખેડૂત નું ડૂબી જવાથી મોત થયું હતું. રાપર તાલુકાના કુડાજામપરમાં રહેતા નું ગત તા. 30/5ના પરોઢે તેમની વાડીમાં આવેલી ખેતતલાવડીમાં પગ લપસી જતાં પાણીમાં ડૂબી ગયા હતા. આથી તેમનું મૃત્યુ થયાની વિગતો ગઇકાલે રાપર પોલીસ મથકે મૃતકના પુત્ર વિરભાણે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહીઐ હાથ ધરી છે