ભુજની બજારમાં હોલસેલની દુકાનમાંથી રૂા. 1.78 લાખના માલની ચોરી

ભુજ શહેરના મહેરઅલી ચોકમાં હેન્ડીક્રાફટની હોલસેલની દુકાનમાં નિશાચરે હાથ મારી રાત વચ્ચે રૂા. 1,78,600ના અજરખ, મશરૂના વિવિધ કપડાં અને કાપડની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી આ ચોરી અંગે એ-ડિવિઝન પોલીસ મથકે વેપારી એ લખાવેલી ફરિયાદ મુજબ તેની મહેરઅલી ચોક ખાતે ડીપીની પાછળ ઉજ્વલ હેન્ડીક્રાફટ હોલસેલની દુકાન છે. તા. 28/10ના રાબેતા મુજબ રાત્રે 8:30 વાગ્યે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા અને બીજા દિવસે સવારે 10:30 વાગ્યે દુકાનમાં જોતાં કપડાંના થાન જોવા મળ્યા ન હતા. રાત દરમ્યાન મેઈન સ્વીચ બંધ હોવાથી દુકાનમાંના સીસીટવી કેમેરા જોતાં કંઈ જોવા મળ્યું ન હતું. ફરિયાદીએ પોતાનો માલ ચકાસતાં અજરખ-મશરૂના 25 થાન કિં. રૂા. 33,000, મશરૂમ કુર્તિ 50 નંગ કિં. રૂા. 40,000, ચણિયા નંગ 10 કિં. રૂા. 9,000, બાંધણીના દુપટ્ટા નંગ-10 કિં. રૂા. 7,000, પ્લેન મશરૂ થાન 80 કિં. રૂા. 89,600 એમ કુલ્લે રૂા. 1,78,600ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.