સીજેપી ઈન્ડિયા જોડાણમાં સામેલ થશે ? : રેલીને સમર્થન
કોકરોચ જનતા પાર્ટી એ ઈન્ડિયા જોડાણમાં સામેલ થવાનો સંકેત આપ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી સીજેપી નેતા આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, અમે પહેલી નવેમ્બરના રામલીલા મેદાન પર યોજાનારી ઈન્ડિયાની રેલીને સમર્થન આપીએ છીએ. કોકરોચ જનતા પાર્ટી રવિવારે રામલીલા મેદાન પર રેલીમાં સામેલ પણ થઈ શકે છે. આ સંબંધમાં કાર્યકરોના અભિપ્રાય મંગાયા છે. વિપક્ષી ઈન્ડિયા જોડાણ અને સીજેપી બન્ને મતદારયાદી સુધારણા અને મતદારોનાં નામ કાપી નાખવા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.સાથોસાથ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાની માંગ પણ બન્ને સતત કરી રહ્યા છે.