એઆઈએ દવાનો ડોઝ ઘટાડવાની સલાહ આપતાં યુવતીનું મોત

અમેરિકાના સિએટલમાં રહેતી 31 વર્ષની સોફ્ટવેર એન્જીનિયર બોવેન વાનના મૃત્યુ બાદ મોટો વિવાદ થયો છે.સૂત્રો પરથી મળતી માહિતી પરિવારે આરોપ મુક્યો છે કે બોવેનને એઆઈ ચેટજીપીટીએ દવાનો ડોઝ ઘટાડવા પ્રોત્સાહિત કરી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારે આ મામલે ઓપનએઆઈ અને તેના સીઈઓ સેમ ઓલ્ટમેન સામે કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર બોવેન વાન પોતાના પિતા સાથે ફોન ઉપર વાત કરી રહી હતી અને અચાનક ચુપ થઈ હતી. પિતાને લાગ્યું હતું કે તેને આંચકી આવી છે. આ દરમિયાન સામાન્યથી વધારે વિલંબ થયો હતો. ભાનમાં આવ્યા બાદ બોવેને કહ્યું હતું કે હવે તે આરામ કરશે  અને પછી વાત કરશે. જો કે બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તપાસ કરવામાં આવતા બોવેન પોતાના ઘરેથી મૃત મળી આવી હતી. પરિવારે કહ્યું હતું કે બોવેન 10 વર્ષથી વધુ સમયથી દવા મારફતે બિમારી નિયંત્રિત કરી રહી હતી. 2023મા તેણે ચેટજીપીટીનો ઉપયોગ શરૂ કર્યો હતો. બાદમાં ચેટજીપીટી સાથે વાતચીતમા દવાનો ડોઝ ઘટાડવાની શરૂઆત કરી હતી. પરિવારના વકીલોના કહેવા પ્રમાણે બોવેને એઆઈનો ભરોસો કર્યો અને આ ભરોસાની કિંમત ચુકવી છે. એઆઈ ચેટબોટે નિર્ણયોને પ્રભાવિત કર્યા હતા અને જરૂરી ચેતવણી આપી નહોતી.