આદિપુરમાં મકાન સોદા અંગેના પૈસા ન આપતાં ફરિયાદ

ગાંધીધામ, : આદિપુરમાં મકાનના સોદા પેટે રૂા. પાંચ લાખની સૂથી લઇ દસ્તાવેજ ન કરી આપી તથા સૂથીની રકમ પરત ન આપતા બનાવ અંગે ગુનો દર્જ થયો હતો. આદિપુરના વોર્ડ 3-એમાં રહેનાર ફરિયાદી યુવાન વેપારીને મકાન વેચાતું લેવાનું હોવાથી કુટુંબી કાકા ને વાત કરી હતી. જ્ઞાનદીપ સોસાયટીમાં આવેલ મકાન અન્ય શખ્સે ને મકાન વેચવું હોવાથી તેનાથી વાત કરાઇ હતી. આ શખ્સે 46 લાખમાં મકાન આપવા તથા પાંચ લાખ સૂથી પેટે આપવા કહ્યું હતું. જેથી ફરિયાદીએ સૂથી પેટે પાંચ લાખ આર.ટી.જી.એસ. મારફતે આરોપીને આપી દીધા હતા. બાદમાં દસ્તાવેજ કરી આપવાનું કહેતાં તે ખોટા વાયદા, બહાના કરતો હતો. બાદમાં દસ્તાવેજ ન કરી આપો તો સૂથીની રકમ પરત કરવાનું કહેતાં તેણે આ રકમ પરત આપી ન હતી. બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.