પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ સ્ટેશન ખાતે અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ યોજાયો

માનકુવા,તા.૩૧/૧૦/૨૦૨૬ આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી આજે સમગ્ર દેશમાં અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસના માનકુવા પોલીસ સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબની ઉપસ્થિતિમાં થયેલ એકતા પરેડનું LED સ્ક્રીન દ્વારા લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના ડી વાય એસ પી શ્રી ડો. વિશ્વા શાહ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લક્ષ્મીબેન ખેતાણી, માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. હેરમા, પી.એસ.આઈ. શ્રી એ.એન. ધાસુરા, શ્રી એન.ડી. જાડેજા સહિત પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. જવાનો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.