પતિના બાઇક પાછળ બેસી કચ્છમાં મજૂરી કામ માટે જતી વખતે અંજારના કુકમા ગામ પાસે બાઇક પાછળથી પડી જતા રાજકોટ કોઠારીયા સોલવન્ટની સગર્ભા મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટના શીતળાધારમાં રહેતા વર્ષાબેન જીતેષભાઇ માંગરોલીયા (ઉ.વ.૩૦) ગત તા. ૧ના રોજ પતિના બાઇક પાછળ બેસી કચ્છમાં મજૂરી કામ માટે જતા હતા ત્યારે અંજારના કુકમા ગામ પાસે વર્ષાબેન બાઇક પાછળથી પડી જતા તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ ભુજ બાળ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે રાત્રે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક વર્ષાબેનને છ માસનો ગર્ભ હતો. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોત્તરે પ્રાથમીક કાગળો કરી અંજાર મોકલ્યા હતા.