મેઘપર (બો.)માં 78 હજારના ડ્રગ્સ સાથે ઈસમની ધરપકડ
મેઘપર બોરીચીની શિવધારા સોસાયટી નજીક માર્ગ ઉપર છૂટક ગ્રાહકોને માદક પદાર્થ વેચવા આવેલા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 78,000નું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી અહીંના મેઘપર બોરીથી શિવધારા સોસાયટી નજીક રોડ પાસે ઊભેલો શખ્સ કારમાં આવી માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી હતી. આ સોસાયટી પાસે પહોંચી કારમાં સવાર શખ્સને ઝડપી લેવાયો હતો. આ શખ્સના પેન્ટની તપાસ કરાતાં તેમાં કોથળીમાંથી સફેદ પીળાશ પડતો પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું પકડાયેલા કહ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં આ પદાર્થ એમ.ડી. જ હોવાનું બહાર આવ્યું હતું. તેણે આ પદાર્થ રાજસ્થાનના પાસેથી લીધું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 78,000નો 26 ગ્રામ માદક પદાર્થ, નંબરપ્લેટ વગરની બલેનો કાર, મોબાઇલ, રોકડ રકમ મળીને કુલ રૂા. 5,88,150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.