ભુજ તાલુકાના સુમરાસર શેખ ની શાળા નંબર ૧ માં શિતકોની ઘટ પૂરી કરવા અંગે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

જય ભારત સાથે ઉપરોક્ત બાબતે જણાવવાનું કે ભુજ તાલુકાના સુમરાચર શેખ ની શાળા નંબર ૧ માં હાલે ૪૬૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. અને નિયમ મુજબ આ શાળા એ ૧ર શિક્ષકોનો મહેકમ મંજુર થયેલ છે જેની સામે અત્યારે માત્ર ૫ જેટલાજ શિક્ષકો કામગીરી કરે છે અને ૭ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જેના કારણે બાળકો નો અભ્યાસ બગળે છે અને બાળકો નો શિક્ષણ નો પાયોજ નબળો રહી જાય છે એટલુજ નહિ પરંતુ આ શાળા ના શિક્ષકોને સરકારની જુદી જુદી કામગીરીઓ માં પણ મોકલવા માં આવે છે અને હવે વસ્તી ગણતરી નો બીજો તબક્કો પણ શરુ થવાનો છે. જેમાં પણ શિક્ષકો કામગીરીમાં જોડાશે ત્યારે આ શાળાની હાલત ગંભીર થશે જેથી આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય ગીતા બેન તેમજ ગામના આગેવાનો અને બહેનોની પણ રજુઆતો આવેલ છે જેથી આ બાબતે રજૂઆત અને માંગણી છે કે જયારે ટૂંક સમયમાં જ નવા શિક્ષકો ની ભરતી થવાની છે જેમાં શિક્ષકો ને શાળા પસંદગીમાં સુમરાસર શેખ ની શાળા નંબર ૧ નો સમાવેશ કરવામાં આવે અને આ શાળા માં નવી ભરતીમાં શિક્ષકોને મુકાવામાં આવે તેવી માંગણી છે અને શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહિ આવે તો વાલીઓ તેમના બાળકો ને લઇ જિલ્લા પંચાયતે આવી આંદોલન કરશે તેવી રજૂઆત પણ અમારી પાસે આવેલ છે આ બાબતે સુમરાસર શેખના ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રી ગીતાબેન દ્વારા અગાઉ પણ અનેક વખત રજુઆતો કરેલ છે તેમજ ત્યાં ના SMC દ્વારા પણ શિક્ષકો ઘટ ની રજુઆતો કરેલ છે બાળકો નો અભ્યાસ બગળી રહેલ છે જેને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે શિક્ષકો મુકવા વિનંતી છે.