ભોપાલમાં ગણપતિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના, બોટ પલટતાં 11 લોકોનાં મોત

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. વિસર્જન માટે ગયેલા લોકોથી ભરેલી બોટ પલટી ગઈ, જેમાં 11 લોકોનાં મોત થયા છે. મળતા અહેવાલો મુજબ, બોટમાં કુલ 18 લોકો સવાર હતા. સાત લોકોને સુરિક્ષત બેચાવી લેવામાં આવ્યા છે. ઘટના ભોપાલના ખટલાપુરા ઘાટની છે. પ્રશાસને 11 શબોને તળાવથી બહાર કાઢી લીધી છે, જ્યારે એસડીઆરએફની ટીમ સાત લોકોને સુરક્ષિત બચવવામાં સફળ રહી છે.મળતી માહિતી મુજબ, ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી દુર્ઘટનામાં શુક્રવાર વહેલી પરોઢે ત્રણ વાગ્યે 11 લોકોનાં મોત થયા. માર્યા ગયેલા લોકો પિપલાનીના 1100 ક્વાર્ટરના રહેવાસી હોવાનું કહેવાય છે. બોટ પલટી જવાની સૂચના મળતાં જ પ્રશાસનના લોકો ઘટાસ્થળે પહોચી ગયા. એસડીઆરએફની ટીમે રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું અને 7 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા.મીડિયા રિપોર્ટ મુજબ, જે બોટમાં મૂતિર્ વિસર્જિત કરવા માટે તળાવમાં ઉતારવામાં આવી હતી, તે બોટ ઘણી નાની હતી જ્યારે મૂતિર્ ઘણી મોટી હતી. મૂતિર્ વિસર્જન માટે પાણીમાં ઉતારવા દરમિયાન બોટ એક તરફ ઝૂકીને પલટી ગઈ. આ દરમિયાન બોટમાં સવાર શ્રદ્ધાળુઑ મૂતિ નીચે આવી ગયા.ખટલાપુરા ઘાટ પર થયેલી દુર્ઘટનાને મધ્ય પ્રદેશના જનસંપર્ક મંત્રી પી. સી. શમાર્એ દુભાર્ગ્યપૂર્ણ ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *