વિથોણ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસનીઉજવણી નિમિતે “સેવા સપ્તાહ ઉજવણી કાર્યક્રમ” યોજવામાં આવ્યો જેમાં ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર અને ટ્રોલીનું લોકાર્પણ કરવામાં આવ્યું પોષણ આહાર ઉજવણી અંર્તગત વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી અને ઇનામો આપવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા 5 કુપોષિત બાળકોને દતક લેવામાં આવ્યા છ મહિના સુધી દેખરેખ કરવામાં આવશે આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેમ્પ રાખવામાં આવ્યો અને 87 કાર્ડ બનાવી વિતરણ કરવામાં આવ્યા સાથે 0 થી 5 વર્ષના તંદુરસ્ત બાળકની હરીફાઈમાં 3 બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યા અને પ્લાસ્ટિક મુક્ત અંગિયા અભિયાન ” હેઠળ પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યું કાય્રકમમાં શાબ્દિક પ્રવચન સરપંચ ઇકબાલ ઘાંચી, હેતુ જયસુખભાઈ પટેલ, જયારે મામલતદાર સાહેબે, જળશક્તિ, પોષણ આહાર વિશે સમજ આપી હતી તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નર્બદા નીરના વધામણાં અને યોજનાઓ વિશે સમજ આપી હતી.આ પ્રસંગે મામલતદાર પ્રવિણસિંહ જૈતાવત સાહેબ, પ્રમુખ નયનાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાલોડીય સાહેબ, કેસરબેન મહેશ્વરી, જયસુખભાઇ પટેલ દિલીપભાઈ નરસીંગણી, સામતભાઇ, વિથોણ જિલ્લા પંચાયત સીટના સરપંચો, તાલુકા પંચાયતથી મીરાબેન, ગ્રામ પંચાયતના સભ્યો કલાભાઇ, ખીમજીભાઈ, નીતાબેન શાહ, હારૂનભાઇ, નાથીબેન, દેવલબેન મારવાડા, તલાટી વિરલબેન, આચારય હરદેવસિંહ, આશા વર્કર ભારતીબા, અને આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતl. કાર્યક્રમનું સંચાલન મનોજભાઈએ કર્યું. અને કેક આપીને ઉજવણી કરવામાં આવી હતી.